ગવર્મેન્ટ અને ગ્રાન્ટેડ કોલેજ માં યુનીવર્સીટી અને સરકારશ્રી ના નિયમ મુજબ ફળવાયેલી સીટ અને એડમીશન કમિટી ના નિયમ મુજબ અનામત અને બિન-અનામત ટકાવારી મુજબ એડમીશન ફાળવેલ છે અત્યારે જાહેર થયેલ મોક રાઉન્ડ (પ્રેક્ટીસ રાઉન્ડ) છે. આ રાઉન્ડ દરમિયાન મળેલ એડમીશન પ્રેક્ટીસ એડમીશન છે. જે પ્રથમ રાઉન્ડ વખતે ફેરફાર થઇ શકવાને અવકાશ છે. આ મળેલ એડમીશન માટે કોઈપણ વિદ્યાર્થીએ કોઈપણ જાતની ફી ભરવાની નથી. તેમજ પ્રવેશ મળેલ કોલેજ માં સંપર્ક કરવાનો રહેતો નથી. મોક રાઉન્ડ ના પરિણામ પરથી દરેક વિદ્યાર્થી પોતાના વિષય અને કોલેજ પસંદગી માં ફેરફાર કરી શકે છે. કોલેજ ચોઈસની ફેરફાર કરતી વખતે વિદ્યાર્થીએ મહત્વની બાબત ધ્યાનમાં રાખવી કે કોલેજ માં ચાલતા વિષયો કોલેજ ની એફીલ્યશન ટાઇપ કોલેજ ગલ્સ માટે છે અથવા બોય માટે છે કોલેજ ની સીટ ફી નું ધોરણ આપી તમામ વસ્તુ ઓ ધ્યાન રાખવી. જો કોઈ કોલેજ ના વિષય માં અથવા તો તેમની ઇન્ટેક માં ફેરફાર થયા હશે તો એ મુજબ ની ફાળવણી ક રેલ હશે તો નવી કોલેજ પસંદગીમાં આ પ્રકાર નું ધ્યાન રાખવું. ઓનલાઈન સબમીટ કરેલ ડેટામાં અને વિદ્યાર્થી ના ઓરીજનલ ડોક્યુમેન્ટ માં કોઈ ભૂલ જણાશે તો એડમીશન રદ થઈ શકે છે.

વિદ્યાર્થી એ પોતાના લોગીન માં લોગીન થઇ ને મળેલ કોલેજ માં એડમીશન લેવું હોય તેના માટે ની સુચના વાંચી લેવી અને તમને લાગુ પડતું ઓપ્શન સિલેક્ટ કરવું એડમીશન લેવા માંગતા હોય તો એ કોલેજ માં પ્રિન્ટ આઉટ અને બધા જ ઓરીજ્નલ ડોક્યુમેન્ટ સાથે લઇ જે કોલેજ માં મળેલું છે ત્યાં ફી ભરવા જવાનું રહેશે ફી ભરવાની છેલ્લી તારીખ 16/07/2014 છે

Third Round Result (BSc)Student Code :
 
 
www.sucab.in/